GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ શાળા અને કોલેજ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી આન બાન શાનથી કરવામા આવી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૮.૨૦૨૪

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત વી.એમ.શાહ શાળા અને કોલેજ માં ભારતના 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ પ્રફુલચંદ્ર એમ શાહ અને શાળા મંડળ સેક્રેટરી સમીરભાઈ શાહ દ્વારા ધ્વજા-રોહણ(ફ્લેગ-હોસ્ટીંગ) કરવામા આવ્યું હતું.78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી માં શાળા મંડળ ના કમટી મેમ્બર તેમજ શાળા અને કોલેજ ના દરેક વિભાગ ના આચાર્ય સાથે ધો-1 થી 12 ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ ના વિદ્યાર્થીઓ અને વાલી સાથે કોલેજના વિદ્યાર્થીઓ એ પોતાની હાજરી નોંધાવી તેમજ એમ.એન્ડ.વી.આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ના એન.સી.સી ના વિદ્યાર્થીઓ અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી.સાથે વી.એમ.શાહ અંગ્રેજી મીડિયમ શાળા જુ.એન.સી.સી ના બાળકો દ્વારા પણ પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ કાર્યક્રમ ના અંતે વી.એમ શાહ પ્રાથમિક વિભાગ ધો-3 થી 8 ના બાળકો દ્વારા દેશ-ભક્તિ ગીત સાથે નૃત્ય નું આયોજન કરવામાં આવ્યું સાથે માધ્યમિક વિભાગ ના બાળકો દ્વારા દેશભક્તિ ગીત નું આયોજન કરવામાં આવ્યું અને અંગ્રેજી વિભાગ ના બાળકો દ્વારા દેશ-ભક્તિ યોગ ડાન્સ નું આયોજન કરવામાં આવ્યું આમ 78 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ભારત માતા કી જય ના નારા થી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!