GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ૨૫ જુલાઈએ રાજકોટ જિલ્લાના પ્રવાસે

તા.૨૩/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ તથા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તા. ૨૫ જુલાઈ, ૨૦૨૫ને શુક્રવારે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે, જે અન્વયે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજકોટ શહેરમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ અંગે સમીક્ષા બેઠક યોજાશે.

જે અંતર્ગત સવારે ૧૦ થી ૧૦.૩૦ સુધી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., ધી રાજકોટ નગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અને મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની બેઠક, સવારે ૧૧.૩૦ થી બપોરે ૦૧.૦૦ સુધી ધી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી. અને સુરેન્દ્રનગર જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની બેઠક, બપોરે ૦૨.૦૦ થી ૩.૩૦ સુધી ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી., ધી કોડીનાર તાલુકા કો.ઓ. બેન્કિંગ યુનિયન લી., ધી જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અને ધી પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની બેઠક તેમજ બપોરે ૩.૩૦ થી સાંજે ૦૫.૦૦ સુધી ધી જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. લી., ધી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી દેવભૂમિ દ્વારકા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અને ધી કચ્છ ડીસ્ટ્રીકટ કો.ઓ. લી. ની બેઠક યોજાશે. ત્યાર બાદ મંત્રીશ્રી અનુકુળતાએ અમદાવાદ જવા રવાના થશે.

Back to top button
error: Content is protected !!