Rajkot: વિંછીયા તાલુકામા રૂ. ૬૬ લાખના ખર્ચે બે આરોગ્ય સબ સેન્ટરોનું ખાતમૂર્હુત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
તા.૨૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકામા રૂ. ૬૬ લાખના ખર્ચે બે આરોગ્ય સબ સેન્ટર – ૩ અને ૪ નું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.
આ બંને સબ સેન્ટરમાં કલીનીક વિભાગ, લેબર રૂમ, એકઝામીન રૂમ, વેઈટીંગ એરીયા, રહેઠાણ વિભાગ, લીવીંગ રૂમ, કિચન,બાથરૂમ – ટોઈલેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં જ મંત્રીશ્રીના હસ્તે મોઢુકા ખાતે ૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી મોઢુકા સહિત આજુબાજુના ૧૫ જેટલા ગામોના અંદાજિત ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને આરોગ્યની અદ્યતન સેવાઓ મળી રહેશે.
આ પ્રસંગે વીંછીયા તાલુકા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કાળુભાઈ જોગરાજીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશભાઈ પરમાર, મામલતદાર શ્રી આર.કે.પંચાલ તેમજ વિવિધ ગામના સરપંચશ્રીઓ, તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.