GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરમાળ કોટડા ગામે રૂ.૧.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યુ

તા.૨૯/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કરમાળ કોટડા અને દોલતપર ગામની આશરે ૩૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામે રૂ.૧.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યુ હતુ.

મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, કરમાળ કોટડા તથા જસદણના દોલતપર ગામે ભાદર નદી ઉપર છેલ્લા ઘણા સમયથી બન્ને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનોની નવો ચેકડેમ બનાવવા બાબતે માંગને ધ્યાને રાખી સિંચાઇ સ્ટેટ રાજકોટ દ્વારા સ્થળ મુલાકાત કરી સ્થળની પરિસ્થિતિને અનુરૂપ અંદાજપત્ર અને ડિઝાઇનની મંજુરી સરકાર દ્રારા આપવામા આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતોને સિંચાઈનુ પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આશરે રૂ.૧,૯૫,૮૮,૪૦૦ ના ખર્ચે કરમાળ કોટડા અને દોલતપર ગામમાંથી પસાર થતી ભાદર નદી ઉપર આશરે ૧૮૦ મી. લંબાઇમાં અને ૧.૮૦મી ઉંચાઇનો કોંક્રીટનો ચેકડેમ બાંધવાથી ઉપરવાસમાં આશરે ૧.૦ થી ૧.૨૫ કિ.મી. જેટલો પાણીનો ભરાવો થશે. જેથી ૬.૦૦ MCFT (૧૭ કરોડ લીટર) પાણીનો સંગ્રહ થશે. જેનો કુલ કેચમેન્ટ એરીયા ૯૫૬.૧૦ ચો.કિમી. જેટલો રહેશે. જેનાથી કરમાળ કોટડા અને દોલતપર ગામની આશરે ૩૦૦.૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે. આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.

Back to top button
error: Content is protected !!