Rajkot: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૩૨ લાખના ખર્ચે આશરે ૪૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પેવર બ્લોક ફીટીંગ કામનું ખાતમુહૂર્ત કરાયું
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે દ્વારકાધીશ ચોક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રૂ. ૩૨ લાખના ખર્ચે આશરે ૪૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પેવર બ્લોક ફીટીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શ્રીજી પેલેસ, દર્શન પેલેસ, દર્શન સાંઈ ગ્રીન સીટી, આર્યલેન્ડ રેસીડેન્સી, દર્શનકુંજ, અક્ષરતીર્થ, મારૂતિ એપાર્ટમેન્ટ, બ્લૂબર્ડ એપાર્ટમેન્ટ, ગોલ્ડકોઈન એપાર્ટમેન્ટ, ડ્રીમ સીએસ્ટા, નંદનવન રેસીડન્સી, સીતાજી ટાઉનશીપ, ઈસ્કોન એમ્બીટો, ફિનીક્સ એપાર્ટમેન્ટની આસપાસની શેરીઓ અને સોસાયટીના ૪૦ હજારથી વધુ રહેવાસીઓને આ સુવિધાનો લાભ મળશે.
આ તકે વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરશ્રી ભારતીબેન પાડલિયા, અગ્રણી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી હિરેનભાઈ મૂંગલપરા, આ વિસ્તારના રહીશો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.