Rajkot: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે વોર્ડ નં – ૧૧ અને ૧૮માં પેવર બ્લોક ફીટીંગ કામનું ખાતમુહૂર્ત કરાયું
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટનાં વોર્ડ નં ૧૧માં રામવિહાર સોસાયટીમાં પેવીંગ બ્લોક તેમજ ડામર રી-કાર્પેટ તથા વોર્ડ નં.૧૮માં સ્વાતિ પાર્ક મેઇન રોડ સોસાયટીમાં રસ્તાના મેઈન રોડ પર પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં પેવરબ્લોકનું કામ થતા ચોમાસામાં થતું વોટર લોગીંગ ઓછું થશે તથા આ વિસ્તારના લોકોની પરિવહનની સુવિધામાં વધારો થશે.
આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, અગ્રણી શ્રી લીલુબેન જાદવ, શ્રી માધવ દવે, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી હિરેનભાઈ મૂંગલપરા વોર્ડ નં. ૧૧ અને ૧૮ના કોર્પોરેટરશ્રીઓ, આ વિસ્તારના રહીશો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.