AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની દીકરીઓ હવે અભ્યાસની સાથે પોતાનું સ્વરક્ષણ માટે હવે કરાટે ની તાલીમ લઈ રહી છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર સરકારી માધ્યમિક શાળાઓમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી જે.એન. ત્રિવેદી અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. ડી. દેશમુખના માર્ગદર્શન હેઠળ આહવા તાલુકાની કુલ 41 શાળાઓમાં સ્વરક્ષણની તાલીમ આપવા સેલ્ફ ડિફેન્સ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ જામલાપાડાને કામગીરી સોંપવામાં આવેલ છે.આ તાલીમમાં કન્યાઓ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં તારીખ 29/01/2025ના રોજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે ખેલ મહાકુંભ કરાટેની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં આહવા તાલુકાની પ્રાથમિક શાળા જામલાપાડાની 4 કન્યાઓએ અને જામુનવિહિર પ્રાથમિક શાળાની 4 કન્યાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક શાળા જામલાપાડાની કન્યાઓમાં 1. વૃતિકાબેન સંજયભાઈ ગળવી – ફર્સ્ટ પ્રાઈઝ, 2. કાવ્યાબેન જયંતભાઈ સહારે – ફર્સ્ટ પ્રાઈઝ, 3. તેજસ્વિની રવીન્દ્ર માહલા – ફર્સ્ટ પ્રાઈઝ, 4. પ્રિયાંશી જયેશ કુંવર – થર્ડ પ્રાઈઝ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.તેમજ જામુનવિહિર પ્રાથમિક શાળાની કન્યાઓએ 1. નિકિતા પવાર – ફર્સ્ટ પ્રાઈઝ, 2. રેખાબેન ભોયે – સેકન્ડ પ્રાઈઝ મેળવી ડાંગનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે.અહી કોચ ધનરાજભાઈ બી. ગાવીતના કોચિંગ હેઠળ કન્યાઓને સારી તાલીમ મળી રહી છે.જે અભિનંદનને પાત્ર છે. અને આ કન્યાઓએ સ્ટેટમાં રમવાની તૈયારી બતાવી છે.અગામી દિવસોમાં ડાંગની કન્યાઓ સ્ટેટ કક્ષાએ કૌશલ્યને ગજવશે..

Back to top button
error: Content is protected !!