GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૬૦ લાખના ખર્ચે બનનારા બળધોઈ રોડનું ખાતમુહૂર્ત કર્યું

તા.6/11/2025

વાત્સલયમ્ સમાચાર

ગુજરાત સરકાર ગ્રામીણ લોકોની સતત ખેવના કરી રહી છે : મંત્રીશ્રી

Rajkot: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના બળધોઈ ગામ ખાતે બળધોઈ રોડ પર રૂ. ૬૦ લાખના ખર્ચે થનારા રીસર્ફેસીંગનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે સમથળ બનાવવામાં આવશે.

આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે સરકારે બળધોઈ ગામમાં રૂ. ૪૫ લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવાની મંજૂરી આપી છે. દડવા ગામના પાદરમાંથી પસાર થતો રસ્તો રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે સુવિધા પથ યોજના હેઠળ નવો બનાવવામાં આવશે. જેથી, સ્થાનિકોને આવન-જાવનમાં સરળતા રહેશે. ગામ નજીક ત્રણ તળાવો પણ ઊંડા કરવામાં આવ્યા છે. આમ, ગુજરાત સરકાર ગ્રામીણ લોકોની સતત ખેવના કરી રહી છે તેમજ ગ્રામ્ય વિસ્તારોને વિકસિત બનાવવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી સંજયસિંહ ઝાલાએ રોડના કામની વિગતો આપી હતી અને અગ્રણી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સરપંચ શ્રી રસિકભાઈ ઝાપડીયા, મામલતદાર શ્રી આઇ.જી.ઝાલા સહિત ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!