GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણની સરકારી વિજ્ઞાન કોલેજના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ જસદણની મોડલ સ્કૂલ ખાતે સન્માનિત કરાયા હતા.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ જસદણ ખાતે વર્ષ ર૦રર-ર૩ની શરૂ થયેલ નૂતન સરકારી વિજ્ઞાન કોલેજની પ્રથમ સ્નાતક બેચના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં વધુ ને વધુ ઉજ્જવળ પ્રદર્શન માટે હર હંમેશ પ્રોત્સાહન મળે તે માટે શિલ્ડ, સર્ટિફિકેટ અને પુસ્તકની ભેટ આપી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સોનેરી કારકીર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે આચાર્યશ્રી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!