
તા.૧૨.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની સરકારી ઈજનેરી કોલેજના ૪ વિદ્યાર્થીઓએ દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું
દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજમાં અભ્યાસ કરતા ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ભારત અંતરિક્ષ પ્રયોગશાળા દ્વારા આયોજિત સમર ઇન્ટર્નશિપ ટેકનિકલ ટ્રેનિંગ કાર્યક્રમ માટે પસંદગી થઇ નેશનલ લેવલે લેવાયેલ આ પરિક્ષામાં ગુજરાત રાજ્યના કુલ ૪૦ વિદ્યાર્થીઓ પાસ થયા જેમાં દાહોદ જિલ્લાના ૪ વિદ્યાર્થીઓ પાસ થયા દાહોદ સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ભારત અંતરિક્ષ પ્રયોગશાળા (India Space Lab) દ્વારા આયોજિત સમર ઇન્ટર્નશિપ ટેકનિકલ ટ્રેઇનિંગ કાર્યક્રમ માટે પસંદગી થઇ છે.પસંદ થયેલા વિદ્યાર્થીઓમાં નાઝ ફાતેમા સૈયદ (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ઈજનેરી), કમ્પ્યુટર ઈજનેરીમાં અભ્યાસ કરતા કુક્રોલિયા જૈનિલ, ગર્વેન મોડિયા અને આર્યા શુક્લા એમ આ ત્રણેય વિદ્યાર્થીઓ સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે અભ્યાસ કરે છે.આ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે. નેશનલ લેવલે લેવાયેલ આ ઓનલાઈન પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી કુલ ૧૨૪૫ વિદ્યાર્થીઓ લેવાના હતા, જેમાંથી ગુજરાતના કુલ ૪૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ગૌરવની વાત એ છે કે, સમગ્ર ગુજરાતની કોલેજોમાંથી ફક્ત દાહોદની સરકારી ઈજનેરી કોલેજમાંથી જ એકીસાથે ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમની પસંદગી ભારત અંતરિક્ષ પ્રયોગશાળા દ્વારા આયોજિત સમર ઇન્ટર્નશિપ ટેકનિકલ ટ્રેનિંગ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. આ વિદ્યાર્થીોઓએ દેશભરના અનેક વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ ઇન્ટર્નશિપ અંતર્ગત તેમને અંતરિક્ષ વિજ્ઞાન, ઉપગ્રહ ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે વ્યાવસાયિક અને પ્રાયોગિક તાલીમ મળશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માત્ર સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ માટે જ નહિ પણ સમગ્ર દાહોદ જિલ્લાને ગૌરવનું સ્થાન અપાવશે કોલેજના આચાર્યશ્રી, ફેકલ્ટી સભ્યો તથા મિત્રો તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે



