Rajkot: શ્રીએ.ડી.શેઠ પત્રકારત્વ ભવનનાં વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરીથી વાકેફ કરાયા
તા.૧૬/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનનાં વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરીથી વાકેફ કરાયા હતા. પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા તથા સિનિયર સબ એડિટરશ્રી જીતેન્દ્ર નિમાવત દ્વારા ભવનનાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી માહિતી ખાતાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
પત્રકારત્વ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માહિતી વિભાગ, માહિતી વિભાગની જુદી-જુદી બ્રાન્ચો, તેની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી. જનસંપર્ક,જાહેર ખબર, મીડિયા તેમજ વિવિધ કચેરીઓ સાથે સંકલન, પરંપરાગત માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર, પ્રેસ નોટ, ખાસ લેખ, સાફલ્ય ગાથા, મીડિયા કવરેજ વગેરે કામગીરી તેમજ માહિતી વિભાગની વિવિધ શાખાઓ વિશે જાણકારી આપી હતી. સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓ વિવિધ માધ્યમો પ્રચાર-પ્રસાર, ચૂંટણી અને ડિઝાસ્ટરના સમયે માહિતી ખાતાની ભૂમિકા વગેરે અંગે વિધાર્થીઓને માહિતી આપી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લઈ વધુ જાણકારી મેળવી હતી.
આ તકે, ભવનના અધ્યક્ષા શ્રીમતી ડો. નીતાબેન ઉદાણી, પ્રોફેસર શ્રી તુષારભાઈ ચંદારાણા, શ્રી જીતેન્દ્ર રાદડિયા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.