‘છોકરી સાથે મિત્રતા, સંમતિ વગર જાતીય સંબંધો બાંધવાનો અધિકાર નથી આપતી’ : હાઈકોર્ટે
દિલ્લી હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ છોકરી સાથે દોસ્તી કરવી મતલબ એ નથી કે છોકરાને છોકરીની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો અધીકાર મળી જાય છે. કોર્ટે સગીરા પર બળાત્કાર કરનાર આરોપીની જામીન અરજી ફગાવી દીધી અને કહ્યું કે સગીરની કહેવાતી સંમતિ પણ કાયદેસર રીતે માન્ય નથી.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષ ફક્ત મિત્રતાના આધારે છોકરીની સંમતિ વિના તેની સાથે જાતીય સંબંધ બનાવી શકતો નથી. કોર્ટે સગીર છોકરી પર દૂષ્કર્મ કરનાર આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ ગિરીશ કઠપાલિયાએ કહ્યું છે કે ફક્ત છોકરીએ મિત્રતા કરી હોવાથી, તેનો અર્થ એ નથી કે છોકરાને સંબંધ બાંધવા માટે દબાણ કરવાની મંજૂરી મળે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સગીરના કિસ્સામાં, સંમતિ પણ કાયદેસર રીતે માન્ય નથી.
કોર્ટે FRIમાં છોકરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને તેના નિવેદન પર આધાર રાખ્યો. છોકરીએ કહ્યું કે આરોપીએ તેની ઇચ્છા વિરુદ્ધ ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું. આરોપીએ દાવો કર્યો હતો કે છોકરી પુખ્ત હતી અને આ સંબંધ સંમતિથી હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો.
આ કેસ એપ્રિલ 2023નો છે, જ્યારે આરોપી વિકાસનગરીમાં NDMC એપાર્ટમેન્ટમાં મજૂર કરતો હતો. આ સમય દરમિયાન તેને છોકરી સાથે મિત્રતા કરી અને તેના પર દૂષ્કર્મ ગુજાર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપી તેને ચૂપ રહેવા માટે ધમકાવતો રહ્યો અને નવેમ્બર 2023 સુધી તેનું જાતીય શોષણ કરતો રહ્યો. કોર્ટે છોકરીના તેની ઉંમર અંગેના શાળાના શૈક્ષણિક પ્રમાણપત્રો સ્વીકાર્યા અને કહ્યું કે આ પુરાવાઓની નજીકથી તપાસ કરી શકાતી નથી.