GUJARAT

અમદાવાદની જેલમાં ૭૯માં આઝાદી પર્વની ઉજવણી થઇ

ગત તા.૧૫/૦૮/૨૦૨૫ના રોજ ૭૯માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જેલોના વડા શ્રી ડો.કે.એલ.એન.રાવ, પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા શ્રી એ.જી.ચૌહાણ, પોલીસ મહાનિરીક્ષક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, તથા જાણીતા શિક્ષણવિદ ઇof રાવ, અધિક્ષક અમદાવાદ મધ્યસ્થ જેલ ડૉ.નિધિ ઠાકુર તેમજ વડી કચેરી અમદાવાદ, GIPCA અમદાવાદ તથા અમદાવાદ મધ્યસ્થ જેલના આશરે ૨૫૦ થી ૩૦૦ અધિકારી/કર્મચારીઓ અને તેમના બાળકો સાથે ત્રિરંગા યાત્રા વડી કચેરી અમદાવાદથી શરૂ કરી અમદાવાદ મધ્યસ્થ જેલના ગાંધી યાર્ડ ખાતે પુર્ણ કરવામાં આવેલ હતી.

 

ત્યારબાદ મે.પોલીસ મહાનિદેશકશ્રીનાઓ દ્વારા તમામની હાજરીમાં સૌપ્રથમ ગાંધી યાર્ડમાં સુતરની આંટીથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાજંલી અર્પિત કરવામાં આવેલ હતી. બાદમાં મે.પોલીસ મહાનિદેશકશ્રીનાઓના દ્વારા ગાંધી યાર્ડ ખાતેથી ગુજરાતની ૧૪ જેલો ખાતે બંદિવાન ભાઈઓના શિક્ષણનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુસર એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ ડીજીટલ ક્લાસરૂમનું વર્ચુઅલ ઉદ્દઘાટન કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે HIV/AIDS ટેસ્ટીંગની સારી કામગીરી બાબતે પ્રિઝન પીઅર વોલ્યુન્ટીયર બંદીવાનોને પોલીસ મહાનિદેશકશ્રીના હસ્તે સર્ટીફિકેટ વિતરણ કરી સમગ્ર કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવેલ. જેમાં ભવિષ્યમાં રમત-ગમતમાં રાજ્ય/જીલ્લા/રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર તથા સિવિલ સર્વીસ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઉર્તીણ થયેલ બંદિવાનોના બાળકોની સાથે સાથે સ્ટાફના અધિકારી/કર્મચારીઓના બાળોકો માટે પ્રોત્સાહન ઈનામ આપવા અંગેની જાહેરાત કરી સ્ટાફના તથા બંદીવાનોના બાળકોને શિક્ષણ અને રમત-ગમતમાં પ્રોત્સાહિત કરવામાં આવેલ. બાદમાં “એક પેડ માં કે નામ” હેઠળ વૃક્ષારોપણ કરી બંદીવાનોના સુધારાત્મક વિચારધારા હેઠળ બનાવવામાં આવેલ અમદાવાદ મધ્યસ્થ જેલ વિભાગ-ર ખાતે નવનિર્મિત અધ્યતન ડિઝિટલ લાઇબ્રેરી તથા ઓડીયો લાઇબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!