Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીઃ ટ્રાફિક જાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વાહનોમાં પાછળ રિફ્લેકટર લગાવાયા
Rajkot: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ ઉજવણી અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહના માર્ગદર્શન અને સૂચના મુજબ, જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્યના પો.સબ. ઈન્સ.શ્રી એસ. ડી રાણા તથા ટ્રાફિકશાખાના કર્મચારીઓ તથા આર.ટી. ઓ રાજકોટ શ્રી કેતન ખપેડ તથા નિવૃત્ત સી.ઇ.ઓ. રોડ સેફ્ટી ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી શ્રી જે. વી શાહ દ્વારા રાજકોટ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જાણકારી અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાહનોમાં મુસાફરી કરતી વખતે અન્ય ઊભેલા કે ચલિત વાહનો અકસ્માત ના સર્જે તથા દૂરથી આવતા જતા વાહનો ભેજ કે ધુમ્મસની પરિસ્થિતિમાં યોગ્ય રીતે દેખાય તે માટે વાહનોમાં પાછળ રિફ્લેકટર લગાડવામાં આવ્યા છે. મકરસંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે ત્યારે પતંગના દોરા વડે કોઈ મોટરસાયકલ ચાલકને શરીરમાં ક્યાંય ઈજા ના થાય, તેથી વાહનોના હેન્ડલમાં ગાર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે વાહનચાકોને ટ્રાફિક નિયમન અંગે જાણકારી આપી તથા ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




