GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન-ટેકનિકલ સર્વિસ સેન્ટર, રાજકોટ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઇ

તા.૨૪/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા યોગને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતા દેશવિદેશમાં યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ પર ૧૦મા વિશ્વ યોગ દિનની ઉજવણી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન-ટેકનિકલ સર્વિસ સેન્ટર, રાજકોટ ખાતે કરવામાં આવી હતી.

અધિકારીશ્રી ધર્મેન્દ્ર રાજપૂત અને શ્રી રવિપ્રકાશ વાળાના માર્ગદર્શનમાં અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ચીફ મેનેજર શ્રી પી.આર. છગંતીએ ઉપસ્થિત તમામ સભ્યોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિતપણે પ્રવૃત્તિ કરવા સલાહ આપી હતી. યોગાભ્યાસ માત્ર એક દિવસ કરવાની નહીં પરંતુ આપણી રોજીંદા પ્રવૃત્તિઓનો ભાગ હોવો જોઈએ.

Back to top button
error: Content is protected !!