GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નવા વરસની પ્રથમ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા.૧૬ના રોજ યોજાશે

તા.૮/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે

Rajkot: સરકારશ્રીની સુચના મુજબ જિલ્લા કક્ષાની ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાય છે.

જેથી, દિવાળી પછી નવા વર્ષની પ્રથમ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને તા.૧૬ નવેમ્બરને શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, મુખ્ય સભા ખંડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં સમિતિના તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!