GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA
Rajkot: “નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના” ભાયાવદરમાં આઇકોનીક રોડની કામગીરી પ્રગતિ હેઠળ
તા.૩૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં આઇકોનીક રોડ બની રહ્યો છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ નાગરીકોની સુવિધામાં વધારો કરશે.
હાલ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. આઇકોનીક રોડ એટલે સીટી એન્ટ્રી રોડ. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ હોય, જેથી, સ્થાનિકોને ટ્રાફિક જામની તકલીફ ન રહે. નિર્મળ પથથી શહેરની આગવી ઓળખ ઊભી થશે અને શોભામાં વધારો થશે. આમ, ‘માય સીટી, માય પ્રાઈડ’ સૂત્રને સાકાર કરતો આઇકોનીક રોડ ભાયાવદરના શહેરીજનો માટે આવન-જાવનમાં ખૂબ ઉપયોગી બનશે.