હાલોલ:એક ભારત,આત્મનિર્ભર ભારત::સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત હાલોલ વિધાનસભા ખાતે પદયાત્રા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૧૧.૨૦૨૫
હાલોલ વિધાનસભા વહીવટી તંત્ર દ્વારા આજે વિધાનસભા મત વિસ્તારની એક ભારત, આત્મનિર્ભર ભારત સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ વી.એમ. શાહ કેમ્પસ ખાતે થી યોજાઈ હતી.આજે ગુરુવાર ના રોજ ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતા ના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલનો ૧૫૦મી જન્મજયંતિ ની ઉજવણી ના ભાગરૂપે યોજયેલ સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી ઇપ્પલ્લાપલ્લી સુસ્મિતા, હાલોલ મામલતદાર કલ્પિત સેવક,પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઇ દેસાઈ, સરદાર @ ૧૫૦ યુનિટીના વક્તા અને યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી કૌશલ દવે, મયૂરધ્વજસિંહ પરમાર,હાલોલ ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહીત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌ પ્રથમ હાલોલ વી.એમ.શાહ કેમ્પસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે તેઓના પ્રાસંગિક સંબોધન માં જણાવ્યા હતું કે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતા ના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ એક ભારત કરવા માટે અત્યંત મુશ્કેલ માં મુશ્કેલ કામ 562 દેશી રજવાડાંઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આત્મનિર્ભર માટે સ્વદેશી અપનાવા માટે ભાર મુક્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો દ્વવારા ફ્લેગ માર્ચ આપવામાં આવી હતી હાલોલ વી.એમ. શાહ કેમ્પસ ખાતે થી આરંભ થયેલી પદયાત્રામાં લોકો રાષ્ટ્ર ધ્વજ લઇ એકતા અને અખંડતા ને સંદેશ આપતા આ પદયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.પદયાત્રા નગરના મુખ્ય માર્ગ હાલોલ બસ્ટેન્ડ થી પાવાગઢ રોડ બોમ્બે હાઉસ ટાઉન હોલ મેઇન બજાર હાલોલ તાલુકા પંચાયત પાલિકા થઇ કંજરી રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે પહોંચી સમાપન કરવામાં આવી હતી.











