GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: તેલીબિયાં પાકોની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે

તા.૨૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેડૂતો માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે અન્વયે સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત NMEO-OILSEED યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં સરકારી અથવા ઇન્ડસ્ટ્રીઝ અથવા એફ.પી.ઓ. અથવા સહકારી સંસ્થાઓ અથવા વેલ્યુ ચેઈન પાર્ટનરને આ યોજના હેઠળના તેલીબિયાં પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઈલ એક્સટ્રેકશન યુનિટમાં સહાય મેળવવા માટે તા.૦૩/૦૯/૨૦૨૫ સુધી આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.



