
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં કેટલાક BPL કાર્ડ ધારકોને તહેવારના સમયે જ તેલનો જથ્થો ના મળ્યો,હવે પછી ક્યારે મળશે..?
સરકાર દ્વારા BPL કાર્ડ ધારાકો માટે મફત અનાજ આપવાની જાહેરાત કરવા આવે છે અને મળે પણ છે હાલ હવે તહેવાર નો સમય છે અને ખાસ કરીને ગરીબ રેખા નીચે જીવતા લોકો માટે મફત અનાજ અને તહેવાર સમયે તેલ ના પાઉચ આપવામાં આવે છે એ પણ સસ્તા દરે પરંતુ મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારમાં તહેવાર નજીક આવવા આવ્યો અને સસ્તા દરની મંડળીઓ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આવા સમજોગોમાં ખાસ કરીને તહેવાર ની સીઝનામ હાલ તાલુકાના કેટલાક વિસ્તારમાં તેલ ના પાઉચ આપવામાં આવ્યા નથી ત્યારે મળતી માહિતી મુજબ સ્ટોક ઓછો હોવાના કારણે કેટલીક સસ્તા અનાજની દુકાનમાં તેલના પાઉચ આપવામાં આવ્યા નથી ત્યારે ખરેખર તહેવાર ના સમયે આવું કેમ..? BPL કાર્ડ ધારકોને એક સાથે તેલના પાઉચ કેમ આપવામાં આવતા નથી.? શું પુરવઠા વિભાગમાં તેલના સ્ટોકની અછત..? અનેક સવાલો ઉભા થયાં છે
બોક્સ : તેલના પાઉચ અંગે માહિતી મેળવવા માટે મેઘરજ મામલતાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં ટેલિફોનિક વાત કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે હાલ 19 જેટલી સસ્તા અનાજની દુકાનમાં તેલ નો સ્ટોક ફળવાયો અને આવતી કાલે બાકીની દુકાનોમાં પુરવઠા વિભાગ દ્વારા તેલ નો સ્ટોક આપી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું



