GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં બહારથી આવનારા મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

તા.૧૯/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વોની દેશ વિરોધી પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ શ્રી એ.કે. ગૌતમ એ જાહેર કરેલા હુકમો મુજબ રાજકોટ જિલ્લા બહારથી આવતા મુસાફરોની હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો લેતા વ્યક્તિઓની ઓનલાઈન પોર્ટલ https://pathik.guru/ માં આશ્રય આપનાર માલીકને ફરજીયાતપણે એન્ટ્રી કરવાની રહેશે.

આ ઉપરાંત રોજબરોજની સમરી રીપોર્ટ અને મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમિત ધોરણે જનરેટ કરી અલાયદી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે તથા વિદેશી નાગરિકોની ડેટા એન્ટ્રી પથીક અને FRRO MODULE (IVFRT) સૉફટવેરમાં કરવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ ઈસમોના નામ, ફોન નં, અસલ ફોટો આઈ ડી, ચેક કરી નકલ ફાઇલ કરવાની રહેશે. મુસાફરોની તમામ માહિતી પથીક વેબપોર્ટલ પર કરવાની રહેશે. આ આદેશનો અમલ તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!