GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું

 

MORBI:મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું

 

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હેઠળની મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી – રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે હાલની વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકશ્રી એમ. એફ. ભોરણીયા તથા શ્રી ડૉ. કે.એન.વડારીયા દ્વારા હાલમાં વાવેતર કરેલા પાકોમાં લેવાની થતી કાળજી અને કાપણી પછીની તકેદારીઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રાજકોટ જમીન વ્યવસ્થાપન સંસ્થા વાલ્મી કાર્યપાલક ઇજનેરશ્રી વી.એચ.ભોરણીયા, દ્વારા ડેમોમાંથી સિંચાઈ વ્યવસ્થાપન માટે કેનાલના પાણીનો કરકસર યુક્ત વપરાશ બાબતે સિંચાઈ વ્યવસ્થા તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!