GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ખેલ મહાકુંભ-૩.૦ અંતર્ગત રાજયકક્ષા બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન

તા.૪/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

તા. ૧૭ એપ્રિલે ઓપન એઇજ અને તા. ૧૯ એપ્રિલે અબવ-૪૦ અને અબવ-૬૦ની સ્પર્ધા યોજાશે

Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત તથા રાજકોટ મહાનગરપાલિકા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ સંચાલિત ખેલ મહાકુંભ – ૩.૦ અંતર્ગત રાજયકક્ષા બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઓપન એઇજ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના ભાઇઓ-બહેનોની કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે.

રાજયકક્ષા બેડમિન્ટન ઓપન એઇજ સ્પર્ધાના ખેલાડીઓએ તા. ૧૬ એપ્રિલના રોજ સાંજે ૦૪ કલાકથી રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ સ્પર્ધા તા. ૧૭ એપ્રિલના રોજ સવારે ૦૮ કલાકથી શરૂ થશે. તેમજ ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના ભાઇઓ-બહેનોએ તા. ૧૮ એપ્રિલના રોજ સાંજે ૦૪ કલાકથી રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ સ્પર્ધા તા. ૧૯ એપ્રિલના રોજ સવારે ૦૮.૩૦ કલાકથી શરૂ થશે.

રાજકોટમાં કાલાવાડ રોડ પર યુનીવર્સીટી પોસ્ટ ઓફિસ પાસે વિમલનગર રોડ પર એસ.એ.જી. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રીપોર્ટીંગ / સ્પર્ધા યોજાશે. રીપોર્ટીંગ / કાર્યાલય કામગીરી માટે શ્રી હાર્દિકભાઇ ચૌહાણ મો. ૯૮૭૯૧ ૭૪૪૪૩, શ્રી રમેશભાઇ સોઢા મો. ૯૪૨૮૪ ૩૮૧૩૭ અથવા શ્રી કાનાભાઇ વાછાણી મો. ૯૭૨૬૯ ૬૨૪૮૮નો સંપર્ક કરવાનો રહેશે. ખેલાડીઓએ રાજકોટમાં રેસકોર્ષ નજીક સીટી પોલીસ હેડ ક્વાર્ટર્સની પાસે પોલીસ કમિશનર બંગલોની બાજુમાં એસ.એ.જી. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે નિવાસ કરવાનો રહેશે. નિવાસ માટે શ્રી બ્રિજેશભાઈ મો. ૭૬૯૮૮ ૨૧૯૯૩નો સંપર્ક કરવાનો રહેશે. જરૂર પડ્યે સ્પર્ધા કન્વીનરો શ્રી જયદિપસિંહ સરવૈયા મો. ૯૪૨૯૫ ૬૫૭૮૪ અથવા શ્રી કિશનભાઇ ચૌહાણ મો. ૬૩૫૯૭ ૩૪૧૧૪નો સંપર્ક કરી શકાશે.

સ્પર્ધા અંગે અગત્યની સૂચનાઓ

૧. ખેલાડીઓએ નિયત નમુનાનું એલીજીબીલીટી સર્ટીફિકેટ ફોટો સાથે જિલ્લા રમતગમત અધિકારી / જિલ્લા રમત વિકાસ અધિકારીની સહી-સિક્કા સાથે રજૂ કરવાનું રહેશે.

૨. પ્રવાસ ખર્ચ નાણા મેનેજરના બેંક ખાતામાં આર.ટી.જી.એસ.થી ચૂકવાશે. જેથી, કેન્સલ ચેક તથા બેંક એકાઉન્ટની વિગત સાથે લઈને આવવાનું રહેશે.

૩. મેનેજરે ખેલાડીઓના આવવા તથા પરત જવાના પ્રવાસ ભથ્થાની વ્યવસ્થા સાથે આવવાનું રહેશે.

૪. ઓનલાઈન કે.એમ.કે. આઈ.ડી. નંબરવાળા સ્પર્ધકો જ ભાગ લઈ શકશે. જેથી, તમામ ખેલાડીઓએ ફોટો આઈ.ડી. પ્રૂફ સાથે આવવાનું રહેશે.

૫. તમામ જિલ્લામાંથી ૦૫ ખેલાડીઓની ટીમ સાથે માત્ર એક કોચ / મેનેજર મળી કુલ ૦૬ વ્યકિતને નિવાસ, ભોજનની વ્યવસ્થા અહિંથી કરાશે. અન્ય શિક્ષક, વાલી કે વાહનના ડ્રાઈવરને સ્પર્ધાના સ્થળે કે નિવાસ સ્થળે એન્ટ્રી અપાશે નહીં. જેની ટીમ મેનેજરે ખાસ નોંધ લેવાની રહેશે.

૬. તમામ ખેલાડીઓ, કોચ, મેનેજરોએ સરકારી બસ, રેલ્વે કે અન્ય સરકારી ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. અને ટીકીટ ફરજિયાત રજૂ કરવાની રહેશે, અન્યથા પ્રવાસખર્ચ ચૂકવાશે નહીં.

૭. આ સ્પર્ધા નોક-આઉટ ફોરમેટમાં રમાડાશે. સ્પર્ધા દરમિયાન આખરી નિર્ણય ચીફ રેફરી / નોડલ અધિકારીનો રહેશે.

૮. ટીમના નિયત સંખ્યાના ખેલાડીઓ સાથે કોચ, મેનેજર સિવાય અન્ય બિનઅધિકૃત વ્યકિતને સાથે લાવવી નહીં.

૯. સ્પર્ધા / નિવાસસ્થળે શિસ્તબદ્ધ રીતે વર્તવાનું રહેશે. અશિસ્ત કરનારા વ્યક્તિને સ્પર્ધામાંથી બાકાત કરાશે.

૧૦. સરકારના નિયમ મુજબ ટૂંકા અંતરની એસ.ટી. બસ / ટ્રેનમાં સેકન્ડ ક્લાસ મુસાફરી કરવાની રહેશે. મુસાફરીની ટીકીટ ટીમ મેનેજરે અવશ્ય રજૂ કરવાની રહેશે. (ખાનગી / લકઝરી બસનું પ્રવાસ ભાડું ચૂકવાશે નહીં.)

૧૧. નિવાસસ્થળે નિયત કરેલી ડીપોઝીટ જમા કરાવવાની રહેશે. સ્પર્ધા પૂર્ણ થયે જરૂરી ચીજવસ્તુ જમા કરાવ્યા બાદ ડીપોઝીટ પરત કરાશે.

૧૨. સ્પર્ધામાં ખેલાડીઓ તેમજ અન્ય વ્યક્તિને ખાનગી વાહનમાં મુસાફરી કરવાની થાય તો સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવી લેવાની રહેશે.

૧૩. ખેલાડીઓને સ્પર્ધા કે મુસાફરી દરમિયાન જો ઇજા કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ખેલાડી /કોચ / મેનેજરની રહેશે, આયોજકની રહેશે નહીં.

૧૪. ટીમના મેનેજરે રૂમને લગાવવાનું તાળું સાથે લાવવાનું રહેશે. તેમજ ખેલાડીઓએ કિંમતી સામાન સાથે લાવવો નહીં, અન્યથા જવાબદારી ટીમની રહેશે.

રમતના સામાન્ય નિયમો

૧. આ સ્પર્ધા માન્ય એસોસીએશનના નિયમ પ્રમાણે રમાશે.

૨. આ સ્પર્ધા નોક-આઉટ ફોરમેટમાં રમાડાશે.

૩. દરેક જિલ્લામાંથી ઓપન, એબવ-૪૦, એબવ-૬૦ (ભાઇઓ-બહેનો)માં સીંગલ્સ – ૨ ખેલાડી, ડબલ્સ – ૧ ટીમ (૨ ખેલાડી), મિક્ષ ડબલ્સ – ૧ ટીમ (૨ ખેલાડી) સ્પર્ધામાં ભાગ લઇ શકશે. અન્ય ખેલાડી ભાગ લઈ શકશે નહીં.

૪. ઓપન વયજુથની સ્પર્ધામાં રાઉન્ડ ઓફ ૩૨થી બેસ્ટ ઓફ થ્રી ૨૧ પોઇટસ (વિથ સેટ્ટીંગ) અને તે પહેલાના તમામ રાઉન્ડ બેસ્ટ ઓફ થ્રી ૧૫ પોઇટ્સ (નો સેટ્ટીંગ)થી માન્ય એસોસીએશનના નિયમ મુજબ રમાશે.

૫. એબવ-૪૦ અને એબવ-૬૦ વયજુથની સ્પર્ધામાં તમામ રાઉન્ડ બેસ્ટ ઓફ થ્રી ૧૫ પોઇટ્સ (વિથ સેટ્ટીંગ)થી માન્ય એસોસીએશનના નિયમ મુજબ રમાશે.

૬. સ્પર્ધાનો ડ્રો સ્પર્ધા તારીખે સવારે ૦૮ કલાકે સ્પર્ધા સ્થળ પર સમિતિની સામે કરવામાં આવશે. અને સ્પર્ધા દરમિયાન નોડલ ઓફિસર / ચીફ રેફરી / આયોજક સમિતિનો નિર્ણય આખરી રહેશે. જેને પડકારી શકાશે નહીં.

૭. સ્પર્ધા ફેધર શટલ યોનેક્ષથી રમાશે.

૮. સ્પર્ધા દરમિયાન જો ખેલાડી કે મેચના ઓફિશીયલ નિર્ણય પર વાંધો હોય તો મેચ પહેલા કે મેચ બાદ ૩૦ મીનીટની અંદર લેખીત અરજી સાથે ૫૦૦ રૂ. પ્રોટેસ્ટ ફી ભરીને નોડલ ઓફિસર / સમિતિ સમક્ષ પ્રોટેસ્ટ નોંધાવી શકાશે. સમિતિનો નિર્ણય આખરી રહેશે, તેમ રાજકોટ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!