Rajkot: ‘મેદસ્વિતા મુક્તિ’ની નેમ સાથે વિંછિયામાં એક માસ સુધી યોગ કેમ્પનું આયોજન
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘વજન ઘટાડો, નિરોગી રહો’ અભિયાનમાં જોડાવા લોકોને આહવાન
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન શરૂ થયું છે. રાજકોટ જિલ્લાના વિંછિયામાં પણ લોકોને મેદસ્વિતાથી મુક્ત કરીને સ્વસ્થ બનાવવા ‘વજન ઘટાડો, નિરોગી રહો અભિયાન’ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ કાચાના માર્ગદર્શનમાં વિંછીયાની એમ.બી. અજમેરા હાઈસ્કૂલ ખાતે આ કેમ્પ ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે ૧૬ ઓક્ટોબર સુધી ચાલશે. આ કેમ્પના માધ્યમથી એક માસમાં ૧૦૦ જેટલા લોકોને મેદસ્વિતામુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કેમ્પનું સંચાલન માલાબેન રામાનુજ, ટ્વીન્કલબેન પીઠવા તેમજ ધારાબેન નિમાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમ શ્રી હિતેશભાઈ કાચાની યાદીમાં જણાવાયું છે.