GUJARATPADDHARIRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરી તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરાશે

તા.૨૨/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની પ્રાથમિક શાળાઓના પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રમાં સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ખાલી છે. જેમાં વિસામણ પ્લોટ પ્રાથમિક શાળા ખાતે ૧ સંચાલક, આંબાવાડી પ્રાથમિક શાળા ખાતે ૧ સંચાલક અને ૧ રસોયા, સુવાગ પ્રાથમિક શાળા અને રોજીયા પ્રાથમિક શાળા ખાતે ૧-૧ મદદનીશ, એમ કુલ ૪ પ્રાથમિક શાળાઓમાં કુલ ૫ જગ્યા પર ભરતી કરાશે. જેના માટે ધો. ૧૦ પાસ કે તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ભારત સર્કલ આગળ, રાજકોટ-પડધરી રોડ, પડધરી ખાતે પી.એમ. પોષણ યોજના શાખામાંથી કયેરી સમય દરમિયાન મેળવીને તા. ૨૨ નવેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે. આ સમયગાળા બાદ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેમ પડધરી તાલુકા મામલતદાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!