GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મતદાન જાગૃતિ અભિયાન”માં રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનની સહભાગીતા

તા.૨/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અચૂક મતદાનનો સંદેશ આપતી ફોટોગ્રાફ ફ્રેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો અનુરોધ

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વ હેઠળ સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ લોકસભા ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય, તે હેતુસર મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન એ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનીને અચૂક મતદાનનો સંદેશ આપતી ફોટોગ્રાફ ફ્રેમને સોસીયલ મીડિયામાં પોસ્ટ કરવાનો અનુરોધ કર્યો છે.

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ફોટોગ્રાફ ફ્રેમ બનાવવામાં આવી છે. જેમાં ‘આવો સાથે મળીને મતદાન કરીએ, દેશનું સૌથી મોટું મહાપર્વ ઉજવીએ’ સૂત્ર સાથે મત આપવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફોટોરૂમ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

વધુમાં https://play.google.com/store/apps/details?id=com.photoroom.app લિંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. ફોટોરૂમ એપ્લીકેશનમાં કલબની ફોટોગ્રાફ ફ્રેમ અને મતદાતાનો ફોટોગ્રાફ અટેચ કરીને નવો ફોટોગ્રાફ બનાવી શકાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!