
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૦ માર્ચ : અખિલ ભારતિય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર પ્રાથમિક સંવર્ગ દ્વારા પ્રાંત કચેરી અંજાર મધ્યે શિક્ષકો તેમજ અન્ય વિભાગનાં સરકારી કર્મચારીઓની વૉલીબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગોપાલભાઈ અધેરા, ABRSM પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ, કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા,નાયબ મામલતદારશ્રી એસ.પી.પટેલ, પી.એસ. આઈ.શ્રી ચૌધરી સાહેબ સહિત વિવિધ મહાનુભાવો હાજર રહ્યાં હતા. તમામનું સંગઠન દ્વારા પુસ્તક અર્પણ કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જખરાભાઈ કેરાસિયા દ્વારા સંગઠન પરિચય આપવામાં આવ્યો હતો. વિવિધ મહાનુભાવોએ પ્રસંગને અનુરુપ ઉદ્બોધન કર્યું હતું.
અલગ અલગ 4 ગ્રુપ બનાવી કુલ 3 રાઉન્ડ ધ સેટ મેચ રમાડવામાં આવી હતી. જેમાં પ્રથમ આવનાર ચાર ટીમો વચ્ચે સેમી ફાઈનલ અને અંતિમ બે ટીમો ભીમાસર અને તુણા – દેવળીયા વચ્ચે રોમાંચક ફાઈનલ રમાઈ હતી.જેમાં તુણા દેવળીયા ટીમ વિજેતા અને ભીમાસર ટીમ ઉપવિજેતા રહી હતી. આ બંને ટીમોને ટ્રોફી અને મેડલ આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સૌએ સ્વરુચિ ભોજન લીધું હતું.આ કાર્યક્રમમાં સંગઠનના માતૃશક્તિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ ડાંગર દ્વારા અને આભારવિધિ મયુરભાઈ પટેલે કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ABRSM પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા અને નગરનાં મયુરભાઈ પટેલ,જખરાભાઈ કેરાસિયા,પિયુષભાઈ ડાંગર,ભરતભાઈ પારૂમલાણી,રમેશભાઈ વણકર,કમલેશભાઈ નાઈ,નરશીભાઈ ડાંગર,હીરાભાઈ મ્યાત્રા,વનરાજભાઈ જીલરીયા, વિપુલભાઈ ત્રિવેદી સહિતના વિવિધ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.





