GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા અનુરોધ

તા.૨૩/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વર્ષ-૨૦૨૫માં ખરીફ ઋતુમાં ખેતરમાં ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે હાલ ઉનાળામાં અગમચેતીના પગલાં ભરવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ ભલામણ કરી છે.

જે મુજબ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલા ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે. કપાસના પાકની વાવણી કરતાં પહેલાં ખેતરમાં રહેલ જૂના પાકના અવશેષો/જળિયાંનો વીણીને નાશ કરવો. કપાસના ખેતરની ફરતે/આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો/ કરસાંઠી/ અવશેષોના ઢગલાં કરવા નહિ.

આ અંગે વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ)નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!