પાલનપુર તાલુકા QDC (કયુડીસી )કક્ષાનો કલા ઉત્સવ શ્રી ન.લ.ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ ગઢ ખાતે યોજવામાં આવેલ
17 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
“પાલનપુર તાલુકા કલા મહોત્સવ” જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત “ગરવી ગુજરાત “કાર્યક્રમના ભાગરૂપે QDC કક્ષાનો કલામહોત્સવ શ્રી ન.લ. ઝવેરી સાર્વજનિક હાઇસ્કુલ ગઢ ખાતે તારીખ 13 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજવામાં આવ્યો હતો; જેમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગની અલગ અલગ કલાકૃતિઓની સ્પર્ધાઓની યોજાઈ હતી. આમાં ચિત્ર સ્પર્ધા/ બાળ કવિ સંમેલન સ્પર્ધા /સંગીત ગાયન સ્પર્ધા /તથા સંગીત વાદન સ્પર્ધા યોજાઈ હતી. આ વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી રાગ અને આલાપના સૂર રેલાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા .સ્પર્ધાના અંતે નિર્ણાયકશ્રીઓએ પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય નંબર જાહેર કરેલા. તેમને પુરસ્કાર રૂપે ઇનામ પણ આપવામાં આવેલ. આ સ્પર્ધામાં અમારી શાળા શ્રી એન અને સી.ડી. અંબાણી વિદ્યાલય દલવડા માંથી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો જેમાં ૧) બાળ કવિ સ્પર્ધા-પ્રથમ નંબર- પરમાર સંજના બેન મલાભાઈ. ૨) સંગીત ગાયન સ્પર્ધા–પ્રથમ નંબર -ઠાકોર શીતલબેન અશોકકુમાર. ૩) વાદન સ્પર્ધા –પ્રથમ નંબર- ઠાકોર અનિતાબા વીરાજી. ૪) ચિત્ર સ્પર્ધા– તૃતીય નંબરે- ઠાકોર પૂજાબેન ગણપતજી આવેલ. . આમ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવીને આ શાળાની વિદ્યાર્થીનીઓએ દલવાડા હાઇસ્કુલનું તથા દલવાડા ગામનું નામ રોશન કરેલ છે. આ વિવિધ સ્પર્ધાઓમાં આ શાળાના શિક્ષક શ્રી અમૃતભાઈ એન રાજવંશી એ તમામ બાળકોને તૈયાર કરેલ તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ હાઈસ્કૂલના ઉત્સાહી આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર સાહેબે વિવિધ સ્પર્ધામાં નંબર લાવી શાળા પરિવાર તથા ગામને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આગળની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.