GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ જિલ્લાના અંદાજિત રૂ. ૨૦૦ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે તેમના હસ્તે રાજકોટ જિલ્લાને રૂ.૨૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઇ રહી છે. પીજીવીસીએલ અંતર્ગત પી.એમ. કુસુમ કમ્પોનન્ટ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ ૩૨૩ મેગાવોટ ક્ષમતાના કુલ ૧૧૯ પ્લાન્ટ કાર્યવિન્ત કરેલ છે, જેનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી ના હસ્તે થશે, જે પૈકી
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજૂરડા ગામે સબ સ્ટેશન ૬૬ કે.વી. ખજૂરડા સબ સ્ટેશન એસ પી.જી. દ્વારા ૩ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૦ પ્લાન્ટ્સ કમિશન થયેલ છે જેની કુલ ક્ષમતા ૫૧ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે.