વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં દેવીનામાળ કેમ્પ સાઇટ જતા ગેટ પાસે 7-8 વ્યક્તિઓ દ્વારા એક યુવતી તથા પરિવારનાં સભ્યોને માર મારવામાં આવ્યો હતો.તેમજ યુવતીની છેડતી કરવામાં આવી હોય તેવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી અને આહવા પોલીસે સંયુકત ટીમ બનાવી આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓની અટકાયત કરી છે.વલસાડ ખાતે રહેતી 28 વર્ષીય યુવતી તેમના કુટુંબી ભાઈ તથા અન્ય સંબધી સાથે આહવાથી સ્કુટી તથા કારમાં સવાર થઈ દેવીનામાળ કેમ્પ સાઇટ ફરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે દેવીનામાળ કેમ્પ સાઇટ ગેટ પાસે પહોચતા સામેથી અર્ટિગા ફોર વ્હીલ ગાડીમા તથા મોટરસાયકલ પર (1)સંજયભાઈ દેશમુખ (પુરા નામ જણાયેલ નથી),(2) સુરજભાઇ બાગુલ(પીનુ) (પુરા નામ જણાયેલ નથી),(3) મનોજભાઈ બાગુલ( પુરા નામ જણાયેલ નથી.),(4) રાજેન્દ્રભાઇ પવાર (પુરા નામ જણાયેલ નથી.),(5) કરણ સાયબુ (પુરા નામ જણાયેલ નથી.),(6) રાહુલભાઈ વિજયભાઈ (બોબ) (પુરા નામ જણાયેલ નથી),(7) બિજા અન્ય ત્રણેક ઇસમો (પુરા નામ જણાયેલ નથી)( તમામ રહે.આહવા)આ ઈસમો આવ્યા હતા.અને યુવતીના સંબંધીઓનાં વાહન સામે અર્ટીગા કાર ઉભી રાખી ગેરકાયદેસર અવરોધ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે વેળાએ યુવતીના કુંટુબી ભાઈએ કહેલુ કે,” અમારી સામે અર્ટીગા ઉભી રાખી ગાળો કેમ આપો છો? ” તેમ કહેતા અર્ટિગા ફોર વ્હીલ ગાડીમા તથા મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.અને યુવતીના કુટુંબી ભાઈને ઢીકા-મુક્કીનો માર મારવા લાગ્યા હતા.ત્યારે યુવતી તથા અન્ય પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા તેઓને પણ ઢીકા-મુક્કી કરી માર માર્યો હતો.અને યુવતીની લાજ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી હાથ ખેંચી છેડતી કરવામાં આવી હતી.એવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી .ત્યારે આહવા પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.અને ડાંગ જિલ્લા એલસીબી તથા આહવા પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી.ત્યારે આ ટીમે આહવા ખાતે રહેતા ( 1) સુરજભાઈ ઉર્ફે પીનુ રમેશભાઈ બાગુલ ,(2) કરણભાઈ સાયબૂભાઈ પવાર ,(3) રાહુલભાઈ ઉર્ફે બોબ વિજયભાઈ દળવી, (4) રાજેંદ્રભાઈ સાહેબરાવ પવાર એમ મળી કુલ 4 આરોપીઓની અટકાયત કરી હતી.તેમજ આહવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.