GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પી.એસ.સી. દ્વારા ૧૩મી એપ્રિલે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર એન.ડી.એ., સી.ડી.એસ.ની પરીક્ષા લેવાશે

તા.૧૧/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા પૂરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી ૧૩ એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ એકેડેમી (એન.ડી.એ.) અને નેવેલ એકેડેમી પરીક્ષા (૧)-૨૦૨૫ અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા (૧)-૨૦૨૫ લેવામાં આવશે.

Lઆ પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેનો ફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૯૧ છે.

આ પરીક્ષા સંદર્ભે મહત્ત્વની સૂચનાઓ જારી કરાઈ છે. જે મુજબ, પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. ઈ-એડમિટ કાર્ડ વગર કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં.

ઉમેદવારોએ ઇ-એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં માત્ર ઈ-એડમિટ કાર્ડ, પેન, પેન્સિલ, આઈડી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઈ જઈ શકશે. મોબાઇલ ફોન, અન્ય આઈ.ટી. કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્માર્ટ/ડિજિટલ વોચ, બુક્સ, બેગ્સ (ઇ-એડમિટ કાર્ડમાં જણાવેલી સૂચનાઓ અનુસાર) પરીક્ષા સ્થળ પર પ્રતિબંધિત છે.

સ્થળ સુપરવાઇઝર આ વસ્તુઓ માટે કોઈ વ્યવસ્થા કરશે નહીં. ઉમેદવારે પોતાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વસ્તુઓ ગુમ થવાના કિસ્સામાં કમિશન જવાબદાર રહેશે નહીં. તમામ ઉમેદવારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા, નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!