MORBI:મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં “સહકાર પેનલ”નો ભવ્યાતિભવ્ય વિજય..

MORBI:મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં “સહકાર પેનલ”નો ભવ્યાતિભવ્ય વિજય.
મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં “સહકાર પેનલ”નો ભવ્યાતિભવ્ય વિજય..
*મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળી મોરબી જે શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી છે,શિક્ષક શરાફી મંડળી છેલ્લા 34 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ 452 સભાસદો ધરાવતી અને શિક્ષકો માટે મોટાભાઈની ગરજ સારતી મોરબી (ગ્રામ્ય ) શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં “સહકાર પેનલ” નો જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયેલ છે.સહકાર પેનલના શ્રી અંકિતભાઈ જોષી (રંગપર તાલુકા શાળા),જીજ્ઞેશ રાબડીયા(જેતપર તાલુકા શાળા),મનીષ ચાડમિયા(નીચી માંડલ તાલુકા શાળા),ભાવેશ કાલરીયા(ખરેડા કુમાર તાલુકા શાળા),ધર્મેન્દ્રભાઈ કાવઠિયા, ભાવેશભાઈ પારેજીયા (મહેન્દ્રનગર કુમાર તાલુકા શાળા),અશ્વિન ગોધવિયા ( બરવાળા-ખાખરાળા તાલુકા શાળા),રજનીશ દલસાણીયા (સાદુળકા તાલુકા શાળા), પિન્ટુભાઈ કૈલા(રાજપર તાલુકા શાળા),ધવલ સરડવા(ચાંચાપર તાલુકા શાળા),સતિષભાઈ દેત્રોજા(બગથળા તાલુકા શાળા) નીતિન દેથરીયા (લાલપર તાલુકા શાળા),વિજય પડસુંબિયા(રફાળેશ્વર તાલુકા શાળા),નરેશ દેત્રોજા(રામગઢ તાલુકા શાળા) ને સભાસદ /મતદાર શિક્ષક ભાઈઓ બહેનોએ જંગી મતદાન સાથે જંગી બહુમતીથી વિજય અપાવ્યો હતો.જ્યારે મનીષાબેન સરડવા(રવાપર તાલુકા શાળા),મનીષાબેન ગડારા(નાની વાવડી તાલુકા શાળા) મહિલા અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયેલ છે.જ્યારે ગૌતમ ટૂંડિયા(નીચી માંડલ તાલુકા શાળા) અ. જા. અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયેલ છે.આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત “સહકાર પેનલ”નો ભારે બહુમતી સાથે ભવ્ય વિજય થયેલ છે.પેનલના સૌ ઉમેદવારોએ સૌ સભાસદ મતદાર ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરી મંડળીને વધુ સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સમગ્ર મોરબી પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક પરિવાર તરફથી “સહકાર પેનલ”ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્પિત કરવામાં આવી હતી.”સહકાર પેનલ”ની સમગ્ર યુવા બ્રિગેડ ટીમ પર અભિનંદન ની વૃષ્ટિ થઈ રહેલ છે.








