GUJARATNAVSARI

Navsari:- અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંસદા ખાતે જૂજ ડેમની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આજરોજ નવસારી જિલ્લામાં વાંસદા તાલુકા ખાતે આવેલ જૂજ ડેમની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ જૂજ ડેમ ખાતે સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે જૂજ ડેમ સિંચાઈ યોજના, કેનાલ નેટવર્ક, પિયત સહકારી મંડળીઓ, પાક લેવાની પધ્ધતી, સહકારી મંડળીની વાર્ષિક સભા, પાણી વિતરણની વ્યવસ્થા, ઉનાળા દરમ્યાન પાણી વિતરણ વ્યવસ્થા સહીત વિવિધ બાબતો અંગે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈએ રેસ્ટોરેશન અર્થવર્ક, રેસ્ટોરેશન સ્ટ્રક્ચર વર્ક, ચેકડેમની કામગીરી અંગે નિયત એજન્સીઓના કામના નિરીક્ષણ વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.

અંતે મંત્રીશ્રીએ પિયાઉ સહકારી મંડળીઓના સદસ્યો પૈકી એક ગોધાબારી ગામના સદસ્ય તથા આસપાસના ગામના સરપંચશ્રીઓ જોડે ચર્ચા કરી વિવિધ યોજાનાના ફાયદા ગેરફાયદા અંગે અભિપ્રાય જાણ્યા હતા. મંત્રીશ્રીએ ડેમના સ્ટ્રક્ચર તથા જળ સ્તરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ વેળાએ પાણી પુરવઠા, નર્મદા જળ સંપતિ, પુરવઠા વિભાગ સહીત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આસપાસના ગામના સંરપચશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!