GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ સિવિલમાં આવતી કાલથી હૃદય રોગની ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ
તા.૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અમદાવાદની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી અપાશે
Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત. પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગના પહેલા માળે આવતી કાલથી હૃદય રોગ સંબંધી ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ થશે. અમદાવાદની પ્રખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી આપવામાં આવશે. ઓ.પી.ડી. નો સમય સોમવાર થી શનિવાર સવારે ૯ કલાકથી બપોરે ૧ વાગ્યા સુધી રહેશે તેમજ બપોરે ૪ થી ૫ કલાક દરમ્યાન ફોલોઅપ ઓ.પી.ડી. કરવામાં આવશે. રવિવાર તેમજ જાહેર રજાને બાદ કરતા વર્કિંગ દિવસોમાં આ સેવાનો લાભ મેળવી શકાશે તેમ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માક્ડીયાએ જણાવ્યું છે.