GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં વ્યક્તિગત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને માર્ગદર્શન આપવા રિસોર્સ પર્સન માટે ૧૬ જૂન સુધીમાં અરજી કરી શકાશે

તા.૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કેન્દ્ર સરકારના “આત્મનિર્ભર ભારત અભિયાન” અંતર્ગત ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા PMFME Scheme (PM Formalization of Micro Food Processing Enterprises) અન્વયે નવા પ્રોસેસિંગ યુનિટની સ્થાપના તેમજ વિસ્તરણ કરવા માટે ખર્ચના ૩૫% સહાય આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આ યોજના અન્વયે દરેક તાલુકાઓમાં વ્યક્તિગત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના અરજદારને માર્ગદર્શન તેમજ સંલગ્ન કામગીરી કરી શકે તે માટે ડિસ્ટ્રીકટ રીસોર્સ પર્સન (ડી.આર.પી.)ની નિમણૂંક કરવામાં આવશે. જે માટે ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા, લોન તેમજ સબસીડી જેવા ફાઈનાન્સ કામમાં અનુભવ ધરાવતા જેમ કે નિવૃત્ત સરકારી/બેંક અધિકારીઓ, વીમા એજન્ટો, બેંક મિત્રો, આર્થીક સલાહકાર, વ્યક્તિગત વ્યાવસાયિકો વગેરે જેવા ઈચ્છુક વ્યક્તિઓએ લગત વિગતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જીલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ, ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭ ખાતે તા.૧૬/૦૬/૨૦૨૫ સુધીમાં મોકલી આપવા નાયબ બાગાયત નિયામક રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!