Rajkot: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક ખાતે શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું
તા.૨૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે તેમની રાજકોટ મુલાકાતના પ્રારંભે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પરિસરમાં જિલ્લા બેન્કના શિલ્પી સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલ અને પૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કર્યુ હતું. રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન તેમજ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
સહકારી ક્ષેત્રની બેંકને આગળ લઇ જનાર બન્ને વિભૂતિઓની પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે મંત્રીશ્રીએ તેઓના યોગદાનને યાદ કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
આ તકે કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે.ગૌતમ, ડી.સી.પી.શ્રી જગદીશ બાંગરવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, મહાનુભાવશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.