GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાની વિવિધ તાલુકા કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા થકી વિકસિત રાષ્ટ્ર માટે પ્રતિબદ્ધ થતાં કર્મયોગીઓ
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ – ૨૦૨૫ની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. ૦૭ના રોજ વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની વિવિધ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કોટડાસાંગાણી, પડધરી, જસદણ, લોધિકા તાલુકાઓની મામલતદાર કચેરી ઉપરાંત જિલ્લાની વિવિધ તાલુકા કચેરીઓમાં કર્મયોગીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા થકી વિકસિત રાષ્ટ્ર @ ૨૦૨૭ માટે પ્રતિબદ્ધ થયા હતાં. આમ, વિવિધ કચેરીઓના સ્ટાફે દેશના વિકાસ માટે સહભાગી થવા સંકલ્પ કર્યો હતો.