Rajkot: રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલ ખાતે મોટીવેશનલ સેમીનાર યોજ્યો

તા.૧૨/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે નીડરતાથી પરીક્ષા આપવી જોઈએ.”- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
Rajkot: રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલ ખાતે એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાનો મોટીવેશનલ સેમીનાર યોજાયો હતો.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે આત્મવિશ્વાસ સાથે નીડરતાથી પરીક્ષા આપવી જોઈએ. ઉપરાંત, તેઓએ પોતાના વિદ્યાર્થીકાળ દરમ્યાનના અનુભવો અને પરીક્ષામાં નબળું પરિણામ મળ્યા બાદ ફરીથી પ્રયાસ કરી સફળતા મેળવી તે અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દીક્ષિત પટેલે વિદ્યાર્થીઓને હિન્દી ફિલ્મના ઉત્મ ઉદાહરણો દ્વારા અનેક પ્રસંગો જણાવી વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો. સેમીનારમાં મોટીવેશનલ સ્પીકરશ્રી સિધ્ધરાજસિંહ ઝાલા, શ્રી હરેશભાઈ રાવલ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભાર્ગવસિંહ ઝણકાટ સહિતના મહાનુભાવોએ પોતાના અનુભવોનું ભાથું પીરસીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સંબંધી તકેદારી રાખવા બાબતે તેમજ પૂરતો પૌષ્ટિક ખોરાક અને પૂરતી ઊંઘ લેવા અંગે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટસિંહ પરમાર અને શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ કર્યું હતું. સેમિનારની આભાર વિધિ શ્રીમતી સરોજિની નાયડુ સ્કૂલના આચાર્યશ્રી સોનલબેન ફળદુએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરીના ઈ.આઈ. શ્રી ધંધુકિયા, શ્રી બીનાબેન કતીરા, યોગેશ ભટ્ટ, શ્રી હેમલબેન આણંદપરા તથા એ.ઈ.આઈ.શ્રી ઓ -એ.એન. પટેલ, શ્રી નંદકિશોર રાવલ, શ્રી અલ્પાબેન જોટંગીયા, શ્રી રશ્મિબેન કકાણિયા, શ્રી કાજલબેન કકાસણીયા, શ્રી ઉર્વશીબેન આચાર્ય સહીત રાજકોટ શહેરની જુદી જુદી શાળાઓમાંથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




