GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ ૨૪ ડિસેમ્બરે યોજાશે

તા.૫/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા કક્ષાના પ્રશ્નો તા. ૧૦ ડિસેમ્બર સુધીમાં પહોંચતા કરવાના રહેશે

Rajkot: રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪–૧૨–૨૦૨૫ નાં રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા. તા.૧૯-૧૨-૨૦૨૫ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે.

જિલ્લા સ્વાગત માટેની અરજીમાં મથાળે “જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા તથા અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ / પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવાની રહેશે. પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું.અગાઉ રજુ કરેલ પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.

અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી, પૂરતા આધારો સાથે મોકલવાની રહેશે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકાશે નહીં. પ્રશ્ન અરજદારશ્રીનો પોતાનો હોવો જોઈએ. – બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં. કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગ-દ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધીત મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે.

તા. ૧૦–૧૨–૨૦૨૫ બાદ આવેલ પ્રશ્નોનો આ માસના‌ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવી. જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૨૪-૧૨-૨૦૨૫ ના રોજ સવારના ૧૧–૦૦ કલાકે કચેરીના ત્રીજા માળે સભાખંડમાં કલેકટરશ્રી તથા સંબંધિત ખાતાના અધિકારીઓ મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ.,એસ.ટી., પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા અંગે ખાસ નોંધ લેવા જનસંપર્ક અધિકારી, જિલ્લા કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!