GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે સૈનિકોના આશ્રિતોને વિનામૂલ્યે કાનૂની સહાયતા મળશે

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લામાં વસવાટ કરતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો અને સદગત સૈનિકોના ધર્મપત્ની તથા તેમના આશ્રિતો માટે વિનામૂલ્યે કાનૂની સહાયતા મળી રહે, તે હેતુસર ‘વીર પરિવાર સહાયતા યોજના’ અમલી છે. તેથી, સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, સદગત સૈનિકોના ધર્મપત્ની તથા તેમના આશ્રિતોને કાનૂનને લગતા પ્રશ્નો હોય તો તે પોલીસ હેડકવાર્ટર્સની સામે, રૂડા કચેરી પાસે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ ખાતે સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે ૦૨ કલાકથી સાંજના ૦૫ કલાક દરમિયાન સંપર્ક કરી શકે છે, તેમ રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!