Rajkot: રાજકોટ જિલ્લામાં ૨૧ જુલાઈના રોજ કુલ ૯૧ મી.મી. નવા નીરની આવક

તા.૨૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અત્યાર સુધીમાં કુલ ૩૬૩૨ મી.મી. વરસાદ નોંધાયો
Rajkot: રાજકોટ જિલ્લામાં ગત તા. ૨૧ જુલાઈના રોજ સવારે છ કલાકથી બીજા દિવસ સવારે છ કલાક સુધી જિલ્લામાં કુલ ૯૧ મી.મી. નવા નીરની આવક થઈ છે. તાલુકા મુજબ વિગત જોઈએ તો રાજકોટ શહેરમાં ૨ મી.મી., પડધરી તાલુકામાં ૧૧ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૨ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૨ મી.મી., ઉપલેટા તાલુકામાં ૪૦ મી.મી., ધોરાજી તાલુકામાં ૩૩ મી.મી. અને જેતપુર તાલુકામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમજ લોધીકા, જસદણ, ગોંડલ અને વીંછિયા તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.
આ ઉપરાંત, અત્યાર સુધીમાં પડેલા કુલ વરસાદની તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો રાજકોટ શહેરમાં ૨૩૭ મી.મી., પડધરી તાલુકામાં ૧૫૩ મી.મી., લોધીકા તાલુકામાં ૩૮૭ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૨૬૨ મી.મી., જસદણ તાલુકામાં ૧૨૨ મી.મી., ગોંડલ તાલુકામાં ૩૪૭ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૩૯૮ મી.મી., ઉપલેટા તાલુકામાં ૫૨૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૬૦૫ મી.મી. અને જેતપુર તાલુકામાં ૪૧૪ મી.મી. તથા વીંછિયા તાલુકામાં ૧૯૩ મી.મી. મળીને કુલ ૩૬૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.



