GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘યેસ વી કેન એન્ડ ટી.બી.’ (હા, આપણે ક્ષયનો અંત લાવી શકીએ છીએ)ના સંકલ્પ સાથે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી

તા.૨૪/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ

Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘યેસ વી કેન એન્ડ ટી.બી.’ (હા, આપણે ક્ષયનો અંત લાવી શકીએ છીએ)ના સંકલ્પ સાથે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરાઈ હતી. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફુલમાળીના અધ્યક્ષસ્થાને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી ટી.બી.ના ૧૨ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ અપાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દર્દીઓને શ્રેષ્ઠ સારવારની સાથે પૂરતું પોષણ મળી રહે, તે સુનિશ્ચિત કરવાનો હતો.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફુલમાળીએ દર્દીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ટી.બી. એ સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે. દર્દીઓએ અધવચ્ચેથી સારવાર છોડ્યા વગર નિયમિત દવા લેવી જોઈએ. વહેલું નિદાન અને સાતત્યપૂર્ણ સારવાર જ આ રોગ સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર છે. ત્યારે આરોગ્ય વિભાગ ‘ટી.બી.મુક્ત ગુજરાત’ અને ‘ટી.બી.મુક્ત ભારત’ માટે કટિબદ્ધ છે. આ સાથે જ તેમણે ચેપ ન ફેલાય, તે માટે સાવચેતીઓ રાખવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ક્ષય નિર્મૂલન માટે સરકારની વિવિધ યોજનાઓ અને સારવાર પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેડિકલ ઓફિસર શ્રી ડો. સુરેશ લક્કડે કર્યું હતું. આ તકે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. ઘનશ્યામ મહેતા, મેડિકલ ઓફિસર શ્રી ડો. બાદલ વાછાણી, કો-ઓર્ડીનેટર્સ શ્રી મહેશભાઈ રાચ્છ અને શ્રી રોનકભાઈ વેકરીયા, રોટરી ક્લબ પ્રેસિડન્ટ શ્રી જયદીપભાઇ મહેતા, સેક્રેટરી શ્રી અનુપભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

 

સમયસર દવા લેવાથી હું આજે ક્ષયમુક્ત અને સંપૂર્ણ સ્વસ્થ છું : શ્રી રોશનીબેન ખાન

ટી.બી. ચેમ્પિયન શ્રી રોશનીબેન ખાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫માં જ્યારે મને ટી.બી. થયો ત્યારે ખાનગી હોસ્પિટલોમાં ચોક્કસ નિદાન થતું ન હતું, પરંતુ રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રની મદદથી મને સાચી દિશા મળી. જામનગર અને રાજકોટ ખાતે સતત ચેકઅપ અને સમયસર દવા લેવાથી હું આજે ક્ષયમુક્ત અને સંપૂર્ણ સ્વસ્થ છું. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેમના પરિવારના સભ્યોને પણ ચેપ લાગ્યો હતો, પરંતુ નિયમિત સારવારથી તેઓ પણ હવે ટી.બી.મુક્ત થઈ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!