GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ગ્રુપ એન.સી.સી. ના ૧૫ હજાર કેડેટ્સ લઈ રહ્યા છે ‘એકતા, અનુશાસન’ અને નેતૃત્વની તાલીમ

તા.૪/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

કેડેટ્સ જવાબદાર નાગરિક, નિયમ પાલન અને રાષ્ટ્ર ધર્મ સાથે સેના અને સમાજને જોડતી કડી*

ભારતીય સૈન્ય ‘દેશ પહેલા’ ની રાષ્ટ્ર ભાવના, વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય પૈકી એક..

બ્રિગેડિયર કે. લોગનાથન (ગ્રુપ કમાન્ડર એન.સી.સી. ગ્રુપ રાજકોટ)

Rajkot: સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં ‘એકતા અને અનુશાસન’ ના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે નેશનલ કેડેટ્સ કોર્પ્સ. કે જે એન.સી.સી. થી ઓળખાય છે. ગુજરાતમાં ટુ ગુજરાત બટાલિયન કાર્યરત છે. જેમાં ૮૦ હજાર જેટલા કેડેટ્સને ડ્રિલ, ફાયરિંગ, મેપ રીડિંગ, વિવિધ શસ્ત્ર અંગેની જાણકારી સહિત લશ્કરી તાલીમ આપતા કેમ્પ યોજવામાં આવે છે.

એન.સી.સી. ગ્રુપ રાજકોટના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથન, એન.સી.સી. ની પ્રવૃત્તિ વિશે જણાવેછે કે, એન.સી.સી. રાજકોટ ગ્રુપમાં ૮ હજાર સિનિયર તેમજ ૭ હજાર જેટલા જુનિયર કેડેટ્સ મળીને ૧૫ હજાર જેટલા કેડેટ્સ હાલ જોડાયેલા છે. કેડેટ્સમાં એકતા, અનુશાસન અને લીડરશીપના ગુણોની કેળવણી સાથે ફૌજી ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથોસાથ તેઓ જવાબદાર નાગરિક બને અને સામાજિક દાયિત્વ નિભાવે, તે માટે સતત માર્ગદર્શન અપાય છે. નિયમિત પરેડ, કેમ્પમાં સહભાગિતા તેમજ રાઇફલ શુંટિંગ, મેપ રીડિંગ સહિતની ટ્રેનિંગ થકી તેઓ સેનાની કામગીરીથી સારી રીતે માહિતગાર થાય છે. પરિણામે ભવિષ્યમાં દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાર્થે તેઓ જોડાઈ શકે છે.

કેડેટ્સની વિશિષ્ટ તાલીમને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેડેટ્સ સૈન્ય અને લોકો વચ્ચે અગત્યની કડી બની શકે છે. સરહદ પર તેમજ અંદરના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રાખવા, નિયમ પાલન સાથે તેઓ સેનાની મદદ કરી શકે છે. યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં પણ એન.સી.સી. ના સીનીયર કેડેટ્સ સરહદ પર નહીં પરંતુ લોકો વચ્ચે રહી શાંતિનો માહોલ જાળવી રાખવા મદદરૂપ બની શકે છે તેમ ગ્રુપ કમાન્ડર શ્રી લોગનાથન જણાવે છે.

કેડેટ્સ બ્લડ ડોનેશન, યોગા-ડે, વૃક્ષા રોપણ, સાયકલ રેલી દ્વારા સામાજિક, સેવાકીય, રાષ્ટ્રભક્તિ અને જનજાગૃતિના કાર્યોમાં પણ સતત જોડાઈ લોકોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે, ત્યારે વધુને વધુ બાળકો, યુવાનો એન.સી.સી. ની તાલીમ મેળવે તેવી અપીલ શ્રી લોગનાથન કરે છે.

એન્ફોર્સમેન્ટ અને અનુશાસન થકી વિશ્વના વિકસિત દેશોની જેમ ભારતમાં સ્વચ્છતા, સિવિક સેન્સ, ટ્રાફિક નિયમન સહિતની પાયાની સમસ્યાઓ દુર થઈ શકે છે, ત્યારે કડક કાયદા પાલનની તરફેણમાં બ્રિગેડીયર તેમનો મત જણાવે છે,

ભારતીય સૈન્યમાં ‘દેશ પ્રથમ’ ની રાષ્ટ્ર ભાવના, વિશ્વના અન્ય સૈન્ય કરતા વધુ પ્રભાવશાળી

ભારતીય સૈન્યમાં ૩૨ થી વધુ વર્ષ સેવા આપી ચુકેલા બ્રિગેડિયર કે. લોગનાથને કાશ્મીર, મણીપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી કામગીરી કરેલી છે. ભારતીય સેના, સૈનિક અને તેમની પ્રણાલી અંગે તેઓએ વાતચીત કરતાં જણાવ્યું છે કે, ભારત દેશનું સૈન્ય ખુબ જ મજબૂત છે. આપણા સૈન્યના જવાનો માટે રાષ્ટ્ર પ્રથમ છે. અહીં જાતિ, ધર્મ, પ્રદેશ થી ઉપર દેશ અને તેની સુરક્ષા છે. સેનામાં ભરતી થયેલા જવાનોને ‘નામ, નમક અને નિશાન’ ના ગુણો સાથે તૈયાર કરવામાં આવે છે, એટલે જ દરેક સૈનિક અલગ અલગ રેજિમેન્ટમાં હોઈ તો પણ તેઓનું એક મજબૂત બોન્ડિંગ હોવાનું ગ્રુપ કમાન્ડર કે. લોગનાથન ગૌરવ સાથે જણાવે છે.

આપણી સેના વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી તેમજ ટેકનોલોજી અને વેપનની દ્રષ્ટિએ અમેરિકા, ચીન બાદ બાદ સશક્ત અને સમૃદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈંડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ને પરિણામે ભારતની સેના છેલ્લા દશ વર્ષમાં વધુ મજબૂત બની છે. આપણે શસ્ત્ર સરંજામ પહેલા બહારથી મંગાવતા હતાં, આજે ભારત તેની નિકાસ કરે છે. કોઈપણ દેશની સરહદો સુરક્ષિત હોઈ તે દેશ સારો વિકાસ વિકાસ કરી શકે છે, માટે જ આપણી સરહદો વધુ સુરક્ષિત રાખવી જરૂરી હોવાનું શ્રી લોગનાથન ભારપૂર્વક જણાવે છે.

Back to top button
error: Content is protected !!