GUJARATPANCHMAHALSHEHERA

ગોધરામાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ

ભક્તિ ભાવના, ઢોલ નગારાં અને શુભેચ્છાઓ વચ્ચે શહેરમાં ઊમટ્યું ધાર્મિક ઉમંગ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

અષાઢી બીજના પાવન પર્વે ગોધરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આજે ધામધૂમથી યોજાઈ. પરંપરાગત રીતે રણછોડજી મંદિરથી રથયાત્રાનું પ્રારંભ થયું હતું, જ્યાંથી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીને ઢોલ નગારાંના ગજગજાટ વચ્ચે દર્શનાર્થે નિકાળવામાં આવ્યા.

 

શહેરના મુખ્ય માર્ગો જેવી કે પાંજરાપોળ, એલ.આઇ.સી. ચોક, ચિત્રા રોડ, વિશ્વકર્મા ચોક વગેરે વિસ્તારોમાં રથયાત્રા શ્રદ્ધાળુઓના ઉમટી પડેલા ટોળા વચ્ચે આગળ વધી. યાત્રાના માર્ગે અનેક સ્થળોએ ભક્તોએ પ્રસાદ વિતરણ કર્યો અને “જય રણછોડ માખણ ચોર” જેવા ઘોષોથી ભક્તિમય માહોલ સર્જાયો.

 

રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે પૂરી થઈ. ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી.

Back to top button
error: Content is protected !!