MORBI:મોરબીના વીસીપરામા સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
MORBI:મોરબીના વીસીપરામા સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબી શહેર તેમજ જીલ્લામાં આત્મહત્યાના બનાવોનુ પ્રમાણ દિનપ્રતિદિન વધતું જઈ રહ્યું છે ત્યારે આત્મહત્યાનો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વીસીપરા ચાર ગોદામ પાસે મનુભાઈ ચાવડાના મકાનમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મજુરી કરી મોરબીના વીસીપરા ચાર ગોદામ પાસે મનુભાઈ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતા રોશનીબેન રામુભાઇ મઈડા ઉ.વ.૧૭ વાળી પોતાના ઘરે રૂમમાં દુપટ્ટા સામે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં સગીરાને પ્રથમ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરતા સિવિલ હોસ્પિટલમાં સગીરાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.