NARMADATILAKWADA

TILAKVADA: તિલકવાડા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો સસ્પેન્ડ : ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ મતદાન કરતા પાર્ટીએ કાર્યવાહી કરી

તિલકવાડા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો સસ્પેન્ડ : ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ મતદાન કરતા પાર્ટીએ કાર્યવાહી કરી

 

પ્રદેશના આદેશ મુજબ નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે તા.પં સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યાં

 

આગામી સમયમાં સસ્પેન્ડ કરાયેલ સભ્યોનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે : નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ

 

જુનેદ ખત્રી :  રાજપીપળા

 

નર્મદા જિલ્લાની પાંચ તાલુકા પંચાયત તેમજ એક જિલ્લા પંચાયતની હાલમાં જ બાકીની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી તમામ જગ્યાએ ભાજપ નો ભગવો લહેરાયો છે. તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. ત્યારે પક્ષના વ્હીપ વિરુદ્ધ મતદાન કરનાર તિલકવાડા  તા.પં માં ચૂંટાયેલા કોંગ્રેસના બે સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખડભળાટ મચ્યો છે.

 

આ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે હાલમાં જ તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરફે મતદાન કરવા કોંગ્રેસ પાર્ટીએ વ્હીપ જાહેર કર્યો હતો. તિલકવાડા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલાં સભ્યો લીલાબેન પુજાભાઈ વસાવા અને હંસાબેન રામસિંગભાઈ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર વિરૂદ્ધ મતદાન કરી પાર્ટીના વ્હીપનો અનાદર કર્યો છે.એ કારણોસર આ બંને સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!