સહયોગી કાર્યપદ્ધતિ દ્વારા દરેક એકમના હિત માટે ભરૂચ જિલ્લાની RMC ઇન્ડસ્ટ્રીની બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ
****
ભરૂચ ખાતે RMC ઇન્ડસ્ટ્રીને સંગઠિત કરવાના ઉદેશ્યથી ડિસ્ટ્રિક્ટ RMC એસોસિએશનની પ્રથમ બેઠક મળી
****
ભરૂચ – શનિવાર – લોર્ડ પ્લાઝા ભરૂચ ખાતે ભરૂચ જિલ્લામાં કાર્યરત તમામ RMC યુનિટના ઓનરોએ ભેગા મળી “ભરૂચ ડિસ્ટ્રિક્ટ RMC એસોસિએશન” રચવાના પ્રારંભિક પ્રયાસરૂપે શુક્રવારના રોજ મહત્વની બેઠક યોજી હતી.
આ બેઠકમાં RMC ઉદ્યોગને સરકારી અને ખાનગી સ્તરે મળતી પડકારોની ચર્ચા સાથે બજારના હાલના પરિપ્રેક્ષ્યમાં સામૂહિક રીતે કેવી રીતે ઉદ્યોગને સુઘડ અને ટકાઉ બનાવી શકાય તે વિષય ઉપર વિગતવાર પરામર્શ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં બજારને અનુરૂપ આયોજન થાય અને RMC સંગઠન કેવી રીતે મજબૂત થાય તેની પણ સમિક્ષા કરવામાં આવી હતી. આ સંગઠન ભવિષ્યમાં RMC ઉદ્યોગ માટે એક મજબૂત અવાજ બનશે અને સહયોગી કાર્યપદ્ધતિ દ્વારા દરેક એકમના હિતમાં કામ કરશે, એવો આશાવાદ અધ્યક્ષસ્થાનેથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ભરૂચ જિલ્લાના RMC ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.