Rajkot: “રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાને સક્ષમશાળા એવોર્ડમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવેલ”

તા.૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: યુનિસેફ ,રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની સક્ષમ શાળાઓ માટે એવોર્ડ વિતરણ નો કાર્યક્રમ ઘી ગ્રાન્ડ રેજન્સી હોટેલ રાજકોટ મુકામે તા.-02/09/2025 ના રોજ યોજાઈ ગયો.. જેમાં માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદુ સુરેશ ગોવિંદ સાહેબ,માન.રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,માન.જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અલ્પાબેન તોગડીયા,માન.જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિક્ષિત પટેલ સાહેબ તેમજ સમગ્ર SSA સ્ટાફ, તમામ TPEO શ્રી, તમામ BRC,CRC ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાએ સક્ષમશાળા એવોર્ડ વિતરણ ના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ સક્ષમશાળામાં ખીજડીયા પ્રાથમિક શાળાએ જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંક,શીલ્ડ, પ્રમાણપત્ર તથા 11,000 નો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યો…. આ ઉપરાંત તાલુકા કક્ષામાં પણ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો…..જેમાં શીલ્ડ, પ્રમાણપત્ર તથા 11,000 નો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યો.
જિલ્લા તથા તાલુકા એમાં બંને કક્ષાએ ક્રમાંક મેળવી શાળાના ભૂલકાઓ કે જે એવોર્ડના સાચા હકદાર છે એમને અભિનંદન.શાળાના આચાર્યશ્રી રામદેવસિંહ જાડેજાના નેતૃત્વમાં ટીમ વર્કથી કરેલ કાર્ય સાચે જ દિપી ઉઠ્યું. શિક્ષકો, SMC,સમગ્ર વાલી ગણ ગ્રામ આગેવાનો, ગ્રામજનો,CRC,BRC,TPEO તમામને અભિનંદન.




