GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ તાલુકા પ્રાઈમરી ટીચર્સ લીગ ૨૦૨૫માં ગઢકા કસ્તુરબાધામ ટીમ વિજેતા થઈ

તા.૧/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: તારીખ ૨૬/૦૨/૨૦૨૫ બુધવારના મહાશિવરાત્રિના દિવસે રાજકોટ તાલુકાના રાજ સમઢીયાળા ગામે રાજકોટ તાલુકા પ્રાઈમરી ટીચર્સ પ્રીમિયર લીગ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો, આચાર્યો અને સી.આર.સી.કો ઓર્ડીનેટરોની બબ્બે પે સેન્ટર વાઇઝ બનેલી આઠ ટીમો વચ્ચે નોક આઉટ રાઉન્ડ બાદ વિજેતા ચાર ટીમો વચ્ચે સેમિફાઈનલ અને છેલ્લે ફાઈનલ મેચ ગઢકા કસ્તુરબાધામ ટીમ અને સરધાર હલેન્ડા ટીમ વચ્ચે રમાઈ હતી.

ખૂબ જ રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં અંતે ગઢકા કસ્તુરબાધામ ટીમ વિજેતા થઈ હતી. ફાઈનલમાં રનર્સ અપ થયેલી સરધાર હલેન્ડા ટીમે ૧૦ ઓવરમાં ૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેને ચેમ્પિયન થયેલી ગઢકા કસ્તુરબાધામ ટીમે ૯.૧ ઓવરમાં હાંસલ કરી આ પ્રીમિયર લીગના પ્રથમ એડિશનમાં વિજેતા બનવાનું માન પ્રાપ્ત કર્યું હતું.

ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટર ઓફ ધ સિરીઝ ટ્રોફી મૃગેશભાઈ નીમાવતને વિનુભાઈ મકવાણાના હસ્તે, બેસ્ટ બોલર ઓફ ધ સિરીઝ ટ્રોફી જીજ્ઞેશભાઈ ગોહેલને કિરીટસિંહ વાળાના હસ્તે તથા પ્લેયર ઓફ ધ સિરીઝ ટ્રોફી બિજલભાઈ રબારીને જિલ્લા શાસનાધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટસિંહ પરમારના હસ્તે આપવામાં આવી હતી.આ ઉપરાંત સ્પોન્સર એકસિસ બેન્કના પ્રતિનિધિના હસ્તે ઉપવિજેતા ટીમના કપ્તાન યોગેશભાઈ મકવાણાને કપ આપવામાં આવ્યો હતો.

વિજેતા ટીમ ગઢકા કસ્તુરબાધામના કપ્તાન જતીનભાઈ પરમારને વિજેતા કપ રાજસમઢીયાળાના હરદેવસિંહ જાડેજા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિમલભાઈ ઉધાસના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માટે જિલ્લા પંચાયત રાજકોટ સીઝન ક્રિકેટ ટીમના સભ્યો રામદેવસિંહ જાડેજા સ્કોરર તરીકે જતીનભાઈ ચાવડા, અમિતભાઈ પરમાર, કોમેન્ટ્રી માટે સંજયભાઈ એંધાણી, સુનિલભાઈ મકવાણા, અમ્પાયર તરીકે નયનભાઈ મકવાણા , તલાટી મંત્રી વાય.પી., પરેશભાઈ વાળા, રણજીતભાઈ મેવાડા, અરવિંદસિંહ ઝાલા , સંદીપભાઈ ડાંગર વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી. તમામ શિક્ષક સંઘના આગેવાનો પણ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું.હરદેવસિંહ જાડેજાબાપુએ પ્રાસંગિક ઉદબોધનમાં ફિટનેસ અને સ્વાસ્થય અંગેનો ગુરુમંત્ર રમત છે તેમ જણાવીને તમામ આયોજકો અને ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!